પર્સનલ લોનના બહાને ૧૩ વ્યકિત સાથે ૯ લાખની છેતરપિંડીની ફરિયાદ

0
14

સુરત,તા.૧૪
માનદરવાજા અને ભાઠેનાની ૧૨ મહિલાઓ સહિત ૧૩ વ્યક્તિને એક ઠગે પર્સનલ લોન અપાવવાના બહાને ઓળખ પુરાવા લઈ ૯ લાખના વાહનો ખરીદી બારોબાર વેચી ભાગી ગયો હોવાની બહાર આવ્યું છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ અનોખી છેતરપિંડીને લઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. ભેજાબાજ રાહુલ પાટીલનો ભોગ બનેલી મહિલાઓને બેંક દ્વારા નોટીસ અપાતા આખો મામલો બહાર આવ્યો હોવાનું પીડિત મહિલાઓએ જણાવ્યું છે.
જયશ્રી બહેન (પીડિત મહિલા) એ જણાવ્યું હતું કે, લગભગ બે મહિના પહેલા સચિન નામનો એજન્ટ પ્રસનલ લોન અપાવવા માટે બેંક ની ઓફર લઈ ને આવ્યો હતો. ૧૨ જેટલી મહિલાઓએ આ ઓફરનો લાભ લેવા આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાન કાર્ડ, લાઈટ બિલ સહિતના પુરાવા આપ્યા હતા. ત્યારબાદ સચીન એના સાહેબ રાહુલ પાન પાટીલને લઈને આવ્યો હતો. જેમણે બેંક એકાઉન્ટ ખોલાવવું પડે એમ કહીં દરેક અરજદાર પાસેથી ૧૫ રૂપિયા લઈ એસોસિયેટ કો.ઓ. બેંક માં ખાતું ખોલાવી મળેલી ચેક બુકમાંથી ૫-૬ સહી વાળા ચેક લઈ ચાલી ગયા હતા.
વધુમાં કહ્યું હતું કે, હાલ રાહુલ મોબાઈલ બંધ કરી ભાગી ગયો છે. રાહુલે ૯ લાખથી વધુની કિંમતના ટુ વ્હીલર વાહનો ખરીદી બારોબાર બીજાને વેચી દીધા છે. આવી અનોખી છેતરપિંડી સામે ન્યાય મેળવવા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને રાહુલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY