જુદા જુદા બે કિસ્સામાં નજર ચૂકવી ચોરી
કડોદરા, તા.૮
કડોદરા ખાતે આવેલ બે અલગ અલગ સ્થળે બે વ્યક્તિઓની અજાણ્યા ચોર ઈસમો દ્વારા નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા ચોરી જવાના બે બનાવો બન્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને પશુપાલનનો ધંધો કરતા સેલાભાઈ ભવાનભાઈ ભરવાડ ઉ.વ.૫૨ ગતરોજ કડોદરા ચાર રસ્તા પાસે ચામુંડા હોટલ સામે બારડોલી જતા રોડ ઉપર એક સફેદ કલરની ફોર વ્હીલ એન્જાય ગાડીમાં બેસીને જતી વખતે ગાડીમાં બેસેલ પાંચ ઈસમોએ તેમની નજર ચૂકવી બંડીના ખિસ્સામાંથી રોકડા રૂ.૪૫૦૦૦ની ચોરી કરી ગયા હતા.
જ્યારે બીજા બનાવમાં કડોદરા ખાતે રહેતા અને ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા રામ અવતાર દુધરશાહ ઉ.વ.૪૮ નામના વેપારી ગઈકાલે ૧૧ કલાકે કડોદરા ચાર રસ્તા પાસે આવેલ સ્ટેટ બેîકમાં પૈસા જમા કરાવવા જતી વખતે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ખિસ્સામાં રાખેલ રોકડા રૂ.૩૦૦૦ની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે ભોગ બનનારે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



