કન્ટેનરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી, એક યુવાન દાઝ્યો

0
32

સુરત,તા.૨૦
ઈચ્છાપોર ચોકડી નજીક એક કન્ટેનરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કન્ટેનરમાં આગના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો. જ્યારે આ આગની ઘટનામાં એક યુવાન દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આગને કાબુમાં લેવા પહોંચેલા ફાયર વિભાગને ભારે જહેમત કરવી પડી હતી.
મળતી માહિતી પ્રમાણે, કન્ટેનર ટ્રકમાં વેલ્ડીંગ કરતી વખતે ડીઝલ ટેન્ક આગની ઝપેટમાં આવતા જારદાર બ્લાસ્ટ બાદ આખું કન્ટેનર ભડભડ સળગી ગયું હતું. બાજુમાં પાર્ક એક બાઇક પણ આગની ઝપેટમાં આવતા બળી ગઈ હતી. ભરબપોરે લાગેલી કન્ટેનર આગને લઈ આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. ટ્રાફિક જામ થઈ જતા અનેક લોકો ફસાયા હતા. જાકે, ઓએનજીસીના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક દોડી આવતા કન્ટેનર આગને કાબુમાં લેવાઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ મોહમ્મદ સોનુ (ઉ.વ.૨૦) ૮૦ ટકા દાઝી ગયો હતો. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. કન્ટેનર બીજા રાજ્યમાંથી હજીરામાં આવ્યું હતું. પોલીસ હાલ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY