મિલ્કતમાં તોડફોડ : સિક્યુરિટી ગાર્ડને પણ માર મરાયો
સુરત, તા.૨૨
પુણાગામમાં જમીનના વિવાદમાં પચાસેક વ્યક્તિના ટોળાએ તોફાન મચાવી સિક્યુરિટી ગાર્ડને માર મારી જમીનમાં મુકાયેલી ખુરશી, બોર્ડને આગ ચાંપી કંપાઉન્ડ વોલની દિવાલ તોડી નાંખ્યાના બનાવ અંગે સરથાણા પોલીસે રાયોટિંગનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણાગામ માનસરોવર સોસાયટી વિભાગ-૪ સર્વે નં.૨૨૭ બ્લોક નં.૨૫૦ વાળી મિલ્કતમાં આરોપી રાજુ ભાલાળા તથા પચાસ જેટલા સ્ïત્રી પુરૂષ ઘુસી જઈ ફરિયાદી ગાર્ડ અક્ષયકુમાર શ્રીબચ્ચા પાંડે સહિતના ઉપર લાકડાના ફટકાથી હુમલો કરી ઈજા પહોચાડી સિક્યુરિટી ગાર્ડના ખિસ્સામાંથી રૂ.૩૬૦૦૦ કાઢી લઈ ચાર ખુરશી, બોડ૪ને સળગાવી દઈ દિવાલ તોડી નાંખી નુકસાન પહોચાડ્યું હતું. ફરિયાદી અક્ષયકુમારે આપેલી ફરિયાદમાં આરોપીઓનો ફરિયાદીના શેઠ સાતે જમીનનો વિવાદ ચાલી રહ્ના છે. જેની અદાવતમાં આ હુમલો કર્યો હતો. સરથાણા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



