ડીંડોલીમાં ચેઈન પહેરવા નહીં આવતા યુવકને પતાવી દેવાયો
સુરત, તા.૨૨
હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન શહેરમાં સામાન્ય બોલાચાલી અને મારઝુડ વચ્ચે ચોકબજારï, ડીંડોલી અને કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં હત્યાના ત્રણ બનાવો બનતા શહેર પોલીસ દોડતી થઈ છે. ચોકબજાર પંડોળ ખાતે આધેડને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
ડીંડોલી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રોજ ધૂળેટીના તહેવાર નિમિત્તે ડીંડોલી મણીનગર ખાતે ચાર પાંચ મિત્રો વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં બોલાચાલી થતી હતી. અમોલના પિતા કમલેશે કહ્નાં કે તમે શા માટે ઝઘડી રહ્ના છો. અમોલના ગળામાં પહેરેલ સોનાની ચેન બંટીએ આજના દિવસ માટે પહેરવા માંગી હતી તે બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બંટી સંજય શર્મા ઉ.વ. ૨૪ રહે. મણીનગરને જાંઘના ભાગે ચાકુનો ઊંડો ઘા લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા ડીંડોલી પોલીસે અમોલ કમલેશ સૂર્યવંશી, કમલેશ સૂર્યવંશી બંને રહે. ડિંડોલી મણીનગર, ઉમેશ સીરસાડ, દિપક કાલીયા ઉર્ફે હેન્ડસમ બંને રહે. ઉધના નાઅો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
કાપોદ્રા ક્રિષ્ણાનગર ખાતે રહેતો રાહુલ ગોવર્ધન દેવીપૂજક ઉ.વ.૨ï૨ મિત્રો સાથે રાત્રે ફિલ્મ જોઈને ઘરે ચાલતા ચાલતા આવતો હતો. તે દરમ્યાન રસ્તામાં મોટર સાયકલ અથડાતા ઝઘડો થયો હતોï. બંને જુથો દ્વારા એકબીજાને અપશબ્દો કહેતા છુટાહાથની મારામારી થઈ હતી. તે દરમ્યાન મોટર સાયકલ સવાર અજાણ્યા ત્રણ ઈસમો પૈકી રાહુલ પર ચાકુથી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસે ત્રણ અજાણ્યા બાઈક ચાલકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




