સુરત,તા.૨૨
સુરત શહેર ક્રાઇમ સીટી બનતું હોય એવું ધીમે ધીમે લાગી રહ્યું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ડિંડોલીના બે સંતાનના પિતાએ ધોરણ-૧૦ની વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. નાનાભાઇને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ કરનાર યુવાનની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં રહેતો અમિત આહીરે પીડિત કિશોરીના ઘર નજીક હેર સલૂનમાં નોકરી કરે છે. બે સંતાનનો પિતા હોવા છતાં છેલ્લા નવ માસથી અમિતે તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી.
દરમિયાન ગત તા. ૫મી માર્ચે પીડિત કિશોરીના કાકા મુંબઇ કામાર્થે ગયા હતા. તે સમયે તેણીની એકલતાનો લાભ લઇ રાત્રીના સમયે અમિત ઘરમાં પ્રવેશ્યો હતો. તે સમયે અમિતે પીડિતાને ધમકી આપી હતી. બૂમ મારશે તો તને તથા તારા નાનાભાઇને જાનથી મારી નાંખીશ ત્યારબાદ તેણે ચાર વખત બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરી તેણે સમાજમાં બદનામી કરી જાનથી મારી નાખવાની ધકમી આપી હતી.
પીડિત કિશોરીએ પોતાની સાથે બનેલી ઘટનાની વાત કાકાને કરતા આ મામલે તેઓ અમરોલી પોલીસ મથકેઆવી પહોંચ્યાં હતા. પીડિતાના કાકાની ફરિયાદ લઇ અમરોલી પોલીસે અમિત આહીર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




