છોકરાએ અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાની પીડિત મહિલાની ફરિયાદ
સુરત, તા.૨૩
૧૭ વર્ષના કિશોર સામે પરિણીતાએ કતારગામ પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોધાવી હતી. આરોપી કિશોરે મોબાઈલ ફોનમાં ફોટા પાડી વીડિયો ઊતારી પરિણીતાની મરજી વિરૂદ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ધનમોરા વિસ્તારમાં આવેલી જે.કે.પી. નગર વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષીય કિશોર પડોશી પરિણીતાના ઘરમાં પ્રવેશી મોબાઈલ ફોનથી ફોટા પાડી વીડિયો ઊતારી અપલોડ કરવાની ધમકી આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારબાદ પરિણીતાએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા આરોપી કિશોરે કટર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી કિશોર ચાર-પાંચ મહિનાથી ઓળખતો હતો. કતારગામ પોલીસે પીડિતા પરિણીતાની ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



