રાજસ્થાનના વેપારીઓએ સુરતના વેપારીને ટાંટીયા તોડવાની ધમકી આપી

0
8

માલ ખરીદી પેમેન્ટ નહીં કરતા બે વેપારીઓ સામે ફરિયાદ
સુરત, તા.૨૩
રાજસ્થાનના વેપારીએ સુરતના વેપારી પાસેથી કાપડનો જથ્થો ખરીદી રૂ.૪.૧૬ લાખનું પેમેન્ટ કરવાને બદલે ઉઘરાણી કરશે તો ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરવાડા બોમ્બે માર્કેટ કોર્પોરેટ અોફિસમાં ભગીરથ પોલીફીન્સ પ્રા.લિ.ના નામથી વેપાર કરતા અંકુરભાઈ બ્રિજેશભાઈ ગોહિલે આરોપી દિપક ભાટીયા, રાજેન્દ્ર ભાટીયા કેર ઓફ ઈન્ડિયા ટુડે ફેશન, નવાપુર વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી કાપડનો માલ ખરીદી બાકી રૂ.૪,૧૬,૪૨૨ ચૂકવવાને બદલે વાયદાઓ કરતા હતા. ફરિયાદીïએ આરોપીની ઓફિસે જઈ ઉઘરાણી કરતાં આરોપીએ ધમકી આપી હતી કે, અમારી ઓફિસે આવતો નહીં, પૈસાની ઉઘરાણી કરશે તો હાથ ટાંટીયા તોડી નાંખીશું અને ખોટા કેસમાં ફસાવી દઈશું. વરાછા પોલીસે અંકુર ગોહિલની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY