સુરત,તા.૨૩
તાજેતરમાં હોળીનો પવિત્ર દિવસ થયો અને આ દિવસે રાત્રે લોકોએ રોડ અને રસ્તાઓ ઉપર હોલિકા પ્રગટાવીને તહેવારની ઉજવણી કરી હતી. જોકે, આ દિવસે સુરતમાં ૮૦૦ કરતા વધારે જગ્યા ઉપર હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી પ્રગટાવતી વખતે પૂરતી તકેદારી નહીં લેવાતા ૫૦૦ કરતા વધારે જગ્યા ઉપર ડામરના રસ્તા ખરાબ થઇ ગયા છે. મ્યુ.કમિશનરે ડામરના રસ્તા ખાબ થવા બદલ સાત ઝોનના રસ્તા વિભાગના ઇજનેરોને શો કોઝ નોટિંસ ફટકારવા આદેશ આપ્યો હતો.
દર વર્ષે હોળીના દિવસે એપાર્ટમેન્ટ અને સોસાયટીની બહાર જાહેર માર્ગ ઉપર હોળઈ પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ તેની આગને કારણે રસ્તા ઉપરનો ડામર પીગળી જાય છે. ડામર પીગળવાને કારણએ રસ્તો ખરાબ થાય છે. અને તેને તાકીદે રિપેર કરવો પડે છે. પાલિકાએ હોળી પ્રગટાવવા માટે ડામરના રસ્તા ઉપર ઇંટ કે અન્ય ચીજવસ્તુઓ મૂકવા અપીલ કરી હતી. આ ઉપરાંત દરેક ઝોનના ઇજનેરોને હોળી પ્રગટાવવાના સ્થળે રેતી કે માટી પાથરી ડામરનો ભાગ રેતી કે માટી પાથરી કવર કરી આપવા સૂચના આપવામાં આવી હતી.
કેટલીક જગ્યાએ હજી પણ ડામર પીગળી રહ્યો છે. કમિશનરે મોડી સાંજે સાત ઝોનના જુનિયર ઇજનેરને શો કોઝ નોટિસ ફટકારવા કમિશનરે આદેશ આપ્યો હતો. ડામરના રસ્તા બનાવવા પાછળ દર વર્ષે ૧૨૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે રસ્તાની જાળવણીમાં બેદરકારી ચલાવી નહીં લેવા કમિશ્નરે તાકીદ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




