વડોદરા,તા.૨૩
લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આખા દેશમાં ચૂંટણી પંચે આચાંરસહિતા લગાવી દીધી છે. જેના પગલે પોલીસ એક પછી એક જગ્યાએ મેગા ડ્રાઇવ કરતી હોય છે. રાજ્યમાં ચૂંટણીને લઇને આચાર સંહિતાનો કડક રીતે અમલ થાય તેના માટે પોલીસ એક્શન મોડમાં છે.
ચૂંટણી નજીક આવતા આચાર સંહિતાના પગલે એટલે શુક્રવારે વડોદરામાં શહેર પોલીસે મેગા ડ્રાઇવ કરી હતી. આ મેગા ડ્રાઇવમાં શહેર પોલીસે ૧૭ દારૂડિયાઓની અટકાયત કરી હતી. આ ઘટનામાં પોલીસે રાવપુરા પોલીસે ૧૭ દારૂડિયાઓને ઝડપ્યા હતા. તમામ દારૂડિયાઓને પોલીસ સ્ટેશને વરઘોડો કાઢી લઇ જવામાં આવ્યા હતા.
પોલીસે દારૂડિયાઓને પોલીસ સ્ટેશને વરઘોડો કાઢીને લઇ જવા પાછળ પણ એક ખાસ ઉદ્દેશ્ય રહેલો છે. વરઘોડા કાઢવા પાછળ આચાર સંહિતામાં લોકો દારૂબંધીનું કડક રીતે પાલન કરે તેના માટે વરઘોડો કાઢ્યો હતો.
વડોદરા શહેર પોલીસે તમામ ૧૭ દારૂડિયાઓને કાકાસાહેબ ટેકરા અને ખારીવાવ રોડ પરથી સુરાના શોખીનોને ઝડપ્યા હતા. વડોદરામાં આ મેગા ડ્રાઇવ એસીપી મેઘા તેવાર દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



