સુરત,તા.૨૩
લેઉઆ પાટીદારોની કુળદેવી ખોડલધામ બન્યા બાદ દેશ સહિત દુનિયામાં જાણીતું બન્યું છે. અવાર નવાર આ મંદિરના ટ્રસ્ટ દ્વારા સમાજના લોકોના વિકાસ માટે ગણા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખોડલધામ મંદિરનો આટલો મહિમાને જાતા પ્રમુખ નરેશ પટેલે મોટી જાહેરાત કરી છે. નરેશ પટેલ હવે ખોડલધામ જેવું મંદિર દક્ષિણ ગુજરાતમાં પણ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ માહિતી ખુદ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ આપી છે.
સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં લેઉઆ પટેલના કુળદેવી ખોડિયાર માતાજીનુ ભવ્ય ધામ નિર્માણ થનાર છે, તેને ધ્યાનમાં રાખતા સુરતમાં વરાછા, બારડોલી સહિત વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ૮ જેટલી મિટિંગ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહી ચર્ચા વિચારણા કરી હતી.
આ મુદ્દે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટના મધ્યસ્થમાં એક ખોડલધામ મંદિરનું નિર્માણ સફળ રીતે થયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લેઉવા પાટીદાર સમાજની મોટી સંખ્યા રહે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ એક ખોડલધામ મંદિરનું નિર્માણ થાય તે માટે વિચાર થઈ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



