ધૂળના ઢગલા સાથે બાઇક અથડાતા બે મિત્રોના મોત નીપજ્યાં

0
7

મોરબી,તા.૨૩
મોરબી માધાપર વિસ્તારમાં રહેતાહર્ષ મહેશભાઇ પરમાર અને તેનો મિત્ર મીત મહેશભાઇ મેરજો ગત તા. ૨૧ના રોજ હોળીના રાત્રે બે વાગ્યાના આસપાસ ધક્કાવાળી મેલડી માતાના મંદિરથી નવલખી રોડ તરફ બાઇક પર ફરવા જઇ રહ્યા હતા.
રોડનું કામ ચાલું હોવાથી રાત્રીના અંધકારના કારણએ ત્યાં રાખેલું ડાઇવર્ઝન ન દેખાતા પુરપાટ ઝડપે આવતું બાઇક ત્યાં રહેલા ધુળના મોટા ઢગલા સાથે ધડામ દઇને અથડાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બંને મિત્રો મિત અને હર્ષના કરૂણ મોત નીપજ્યા હતા.
આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, ફૂલ સ્પીડે આવતું હતું. તેમાંય રાત્રીના અંધકારને કારણે આ ડાઇવર્ઝન ન દેખાતા આ જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે બંને હતભાગી યુવાનો જીગરજાન મિત્રો હતા.
અને કોલેજમાં અભ્યાસ કરતા હતા. મીત મોરબીમાં અને હર્ષ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો. હોળી રજા હોવાથી હર્ષ મોરબી આવીને હોળીની રાત્રે બંને મિત્રો ફરવા જતા હતા. ત્યારે અકસ્માતમાં બંનેના મોત નીપજ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY