સુરત,તા.૨૩
સુરતના માંગરોલ પાસે આવેલા હથોડાગામે એક કિશોરે એક હરકત કરી કે અહીં અમને લખવામાં પણ આંખમાં પાણી આવી જાય છે. મોડી સાંજે અહીં એક બિહારવાસી મુસ્લિમ કિશોરે એક ૪ મહિનાના બાળકના ઇન્દ્રીયના ભાગે બચકુ ભરી કાપીને મોઢામાં લઈ ભાગી ગયો હોવાની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે નવજાત બાળકને તાત્કાલિક સારવાર અર્થે કોસંબા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
બિહારવાસી મુસ્લિમ કિશોરના પરાક્રમને નજરે જાનાર બાળકની માતાએ સિવિલના તબીબોને હકીકત કહેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઘટનામાં બિહારવાસી મુસ્પિમ કિશોર જ્યારે નવજાત બાળક સાથે બર્બરતા આચરી રહ્યો હતો ત્યારે તેની માતા જાઇ ગઇ હતી, પરંતુ ત્યાં સુધીમાં મુસ્પિમ કિશોરે ઘટનાને અંજામ આપી દીધો હતો. આ ઘટનાને નજરે જાનારી માતા પહેલા તો ગભરાઇ ગઇ હતી. તે શું કરવું અને શું ન કરવું તેને લઇને અસમંજસમાં મૂકાઇ હતી. પરંતુ સમય સૂચકતા પહેલા માસૂમ બાળકને હોસ્પિટલમાં દાખલ કરતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના તબીબોએ જાણ્યા બાદ પોલીસને જાણ કરી હતી.
જાકે અજીબો ગરીબ બનેલી આ ઘટના બાદ કોસંબા પોલીસે ફરાર કિશોરની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનામાં ભોગ બનનાર પરિવાર દાહોદનો વતની હોવાનું જાણવા મળે છે. આ પરિવાર સુરતમાં હથોડા ગામે ઇટ બનાવવાના ભથ્થામાં કામ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




