છેલ્લા ૪ વર્ષમાં સુરતમાં ૫૨૬૦૨ દર્દી ટીબીની ઝપેટે ચડ્યા

0
6

સુરત,તા.૨૩
સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં ટીબીના દર્દીઓનું દર વર્ષે વધારો થઈ રહ્યો છે. જાકે સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં ૩૭૬૭૧ અને સુરત જિલ્લામાં ૧૪૯૩૧ મળી કુલ્લે ૫૨૬૦૨ ટીબીની ઝપેટમાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકા સીટી ટીબી ઓફિસર ડોક્ટર કે.એન શેલડીયાએ કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ટીવી નાટવા અંગે સસ્કૃત સારવાર પદ્ધતિ ડોટ્‌સની ભલામણ તથા અમલ કરવામાં આવી રહેલ છે. જેના કારણે ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. ભારતમાં ટીબીના ૨૮ લાખ વ્યક્તિઓ સપડાયા છે. જેમાં દર વર્ષે ચાર લાખ વ્યક્તિઓ મોતને ભેટે છે. જોકે ગુજરાતમાં ટીબીના એક લાખ વ્યક્તિઓ ઝપેટમાં આવ્યા છે અને સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં ટીબી ઝપેટમાં ૩૭૬૭૧ આવ્યા છે.
આ ઉપરાંત સુરત જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર ધવલ રાઠોડે કહ્યું હતું કે ૨૪મી માર્ચ ૧૮૮૨ મધ રોબટ ખૂબ નામના વૈજ્ઞાનિકે બીબી માટે જવાબદાર બેક્ટેરિયા માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસીસ શોધ કરી હતી. તેની યાદમાં સમગ્ર વિશ્વમાં ટીબી દિવસ અંગે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. વેડ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં ટીબીના ૧૪૯૩૧ કેસ નોંધાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY