વડોદરા,તા.૧૦
વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે વૃદ્ધ મહિલાને ટ્રકેની અડફેટે લીધી હતી. જેને પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. અને લોકોએ ટ્રકના ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને કારેલીબાગ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ પાસે માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકે મીનાક્ષીબેન શાહ નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. ૨૦, અક્ષરધામ સોસાયટી, વારસિયા રિંગ રોડ ખાતે રહેતા મિનાક્ષીબેન શાહ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી ટ્રકે મહિલાને અડફેટે લીધી હતી. જેથી તેને સારવાર અર્થે કારેલીબાગ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. અને ટ્રકના ડ્રાઇવર અર્જુન રાજભારને મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






