ગરનાળામાં ટ્રક એન્ગલ સાથે અથડાતા લોખંડનો ગર્ડર ધરાશાઇ

0
7

સુરત,તા.૨૩
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં મોટી દુર્ઘટના ઘટી હતી. શુક્રવારે મોડી સાંજે અહીંથી એક ટ્રક પસાર થતાં તે ગરનાળાના લોખંડની એન્ગલ સાથે અથડાયું હતું. જેના કારણે લોખંડનો ગર્ડર ધરાશાઇ થયો હતો. આ ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ફાયર અને પોલીસની ટીમ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં સાંજે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા વરાછાના ગરનાળામાં એક હેવી ટ્રક પસાર થતો હતો, ત્યારે ટ્રકની ઉંચાઇ વધુ હોવાથી ઉપરનો ભાગ ગરનાળાના લોખંડના એન્ગલ સાથે અથડાયો હતો. આ ઘટનાને પગલે ગરનાળાનો લોખંડનો ગર્ડર ધરાશાઇ થઇ નીચે પડ્યો હતો. આ ઘટના બની ત્યારે બાજુમાંથી એક બાઇક સવાર નીકળતો હતો, ત્યારે તેને લોખંડનો ગર્ડર નીચે પડતા બાઇક સવાર સદનસીબે બચી ગયો હતો, પરંતુ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાને પગલે તાત્કાલિક બાઇક સવારને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, મોડી સાંજે વરાછા વિસ્તારમાં આ ઘટનાને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરને કરાતા તેઓ સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ થયો પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY