પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડિઝલમાં ૧૮ પૈસાનો ઘટાડો

0
10

ન્યુ દિલ્હી,તા.૧૮
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રાહતના સમાચારા સતત ચોથા રવિવારે પણ મળ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે ૨૦ પૈસા જ્યારે ડીઝલના ભાવોમાં ૧૮ પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ ૭૬.૭૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે ડીઝલના ભાવોમાં પણ ઘટાડો આવતા તેના ભાવ ૭૧.૫૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડો આવતા છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઘટાડો આવ્યો છે. જ્યારે ક્રુડ ઓઇલની ઉત્પતિ કરતા દેશોમાંના ઓપેક દ્વારા ક્રુડ ઓઇલના ભોવમાં ઘટાડો કરવાની સંભાવનાઓને કારણે શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજી જાવા મળી હતી.
મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મુંબઇમાં પેટ્રોલના ભાવોમાં પણ ૨૦ પૈસાનો ઘટાડા સાથે ૮૨.૨૩ થયો હતો. જ્યારે ડીઝલના ભાવોમાં પણ ૧૯ પૈસાનો ઘટાડો થવાથી ૭૪.૯૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY