સુરત,તા.૧૬
ભેસાણથી સરોલી જતા રોડ પર રાત્રિના સમયે લોડેડ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ભેસાણ ગામની ચોકડી પાસે પાઈપલાઈન સાથે લોડેડ કન્ટેનર અથડાયું હતું. જેથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાઈપ લાઈન તૂટી જતાં પાણી રોડ પરથી આસપસના ખેતરોમાં વહેવા લાગ્યું હતું. પાણીથી ખેતરો ભરાઈ જતાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. ખેતરમાં ઉભા પાક શેરડી અને ઘઉંને નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકારે ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાથી ડાંગરનો પાક ન કરવા માટે અપીલ કરી હતી. પરંતુ આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તે કોઈના ધ્યાનમાં નથી. પાણી ૧૦ કલાકથી વેડફાતા ખેતરો તળાવ બન્યા છે અને ભારે નુકસાન થયું છે તેની જવાબદારી કોણ લેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




