લગ્નની લાલચે પરપ્રાંતીય યુવતીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાઈ

0
9

સુરત,તા.૨૬
વેસ્ટ બંગાળમાં રહેતી યુવતીને દોઢ વર્ષ અગાઉ અમરોલીના કોસાડ આવાસમાં રહેતા અફઝલ જલીલ મુલ્લા સાથે ફેસબૂક મારફતે મિત્રતા થઇ હતી. જાકે, આ મિત્રતા આખરે પ્રેમ ફેરવાઈ હતી. અફઝલે યુવતીને લગ્નની ઓફર કરી હતી. યુવતીએ સ્વિકાર કરતા તેણીને સુરત બોલાવી હતી. યુવતી ૧૪ મહિના પહેલા વેસ્ટ બંગાળથી અમદાવાદ રહેવા આવી હતી. થોડો સમય રોકાયા બાદ તે બેંગ્લોર જતી રહી હતી ત્યાં બે મહિના રોકાયા બાદ સુરત આવી ગઈ હતી. છેલ્લા નવ મહિનાથી તે સુરતમાં જ અફઝલના ઘરની પાસે જ કોસાડ આવાસમાં રહેતી હતી.
જાકે, લગ્ન કરવા માટે બોલાવ્યા બાદ લગ્ન નહીં કરી તેણીની સાથે અવારનવાર શરીરસંબંધ બાંધી તેણીને ત્યાં જ રાખી હતી. ત્યારબાદ તેણીની પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ ફોટા પાડી અફઝલના સગા સબંધીઓને મોકલી દીધા હતા. આ વાતની જાણ અફઝલને થતા હવે ફોટા મોકલશે કે પોલીસ ફરીયાદ કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન અફઝલની પત્ની, માતા અને સાસુએ માર માર્યો હતો. જેથી આખરે યુવતીએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અફઝલ, તેની પત્ની, માતા અને સાસુ સહિત ચારેય સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY