ભાવનગરમાં સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૧ વિદ્યાર્થીનું મૃત્યુ

0
5

ભાવનગર,તા.૩૦
ભાવનગર જિલ્લાના વલભીપુરની ચમરાડી નજીક અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ૭ થી ૮ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા થઈ હતી તથા ૧ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય ૪ થી ૫ વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થતાં ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તલાજના દિહોર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આ સ્કૂલ વાનમાં હતા.
દિહોર ગામના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય સાથે વલભીપુરમાં પચ્છેગામ શિબિરમાં જતા હતા. ખાનગી વાહનમાં જતા હતા ત્યારે ચમરાડી નજીક ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તથા અન્ય ૧૦ લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY