સુરત,તા.૨૬
સુરતના વેડરોડ વિસ્તારમા આવેલી સહજાનંદ ટેકનોલોજી પ્રા.લિ નામની કંપનીમા કામ કરતો હેમંત ભાવસાર કામ અર્થે વરાછા મીનીબજાર પાસે ગયો હતો. જ્યા ઠાકોર દ્વારા પાસે પહોંચતા જ તેને હીરાનુ પડીકુ મળી આવ્યુ હતુ. પડીકુ ખોલતાની સાથે જ તેમા લાખ્ખો રુપિયાની કિમંતના હીરા હતા. તે જાતા જ કર્મચારી અચંબીત થઇ ગયો હતો. તેને તાત્કાલિક આ અંગે કંપનીના માલિકને જાણ કરી હતી. જેથી કંપનીના માલિકે આ હીરા તેની પાસે લઇને આવવા જણાવ્યુ હતુ. ત્યારબાદ આ હીરાનુ પડીકુ ડાયમંડ એસોસિયેશનને આપી તેના મુળ માલિકને શોધવા માટે જણાવ્યુ હતુ.
શરૂઆતના સમયમા ડાયમંડ એસોશિયેશનને આ અંગે કોઇ પણ પ્રકારની ફરિયાદ મળી ન હતી. જેથી તેમને સોસિયલ મિડિયા દ્વારા મુળ માલિક સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. આખરે ત્રણ દિવસ બાદ હીરાના મુળ માલિક સુધી પહોંચવામા સફળ રહ્યા હતા. સુરત ડાયમંડ એસોસિયેશનના તમામ સભ્યોની હાજરીમા રૂપિયા ૧૦ લાખના હીરા તેના મુળ માલિકને સોપ્યા હતા. આ ઉપરાત સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા હેમંતની ઇમાનદારી જાય તેને પ્રોત્સાહન રૂપી ઇનામ પણ આપવામા આવ્યુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



