પટના,તા.૨૬
બિહારની બેગૂસરાય સીટ પરથી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર કનૈયા કુમારને લોકોના સપોર્ટની સાથે-સાથે નોટ પણ જાઇએ છે, પરંતુ જરુરી નથી કે આ નોટ સ્થાનીક લોકોની જ હોય. આ માટે કનૈયા કુમારે લોકસભા ચૂંટણી માટે ઓનલાઇન ૭૦ લાખ રુપિયાનું ફંડ ભેગુ કરવા પોતાના ચૂંટણી અભિયાન સાથે ફંડ એકત્રિત કરવા સમાંતર અભિયાન હાથ ધર્યું છે.
કનૈયા કુમારની મદદ માટે અત્યાર સુધી ૫ લાખથી વધારે લોકોએ આર્થિક મદદ જમા કરાવી છે. રવિવારના રોજ જ્યારે કનૈયા કુમારની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવ ત્યારે નેતાઓએ સ્પષ્ટ જણાવી દીધુ હતું કે, આ સીટ પર સીધો મુકાબલો મોદીના ઉમેદવાર ગિરિરાજ સિંહ સાથે છે, જેથી સાધન સામગ્રી મામલે તેમને પહોંચી શકાય એમ નથી. આ માટે લોકો પાસે આર્થિક સહાયની સાથે-સાથે વોટ માંગવાનું અભિયાન શરુ કરવામાં આવશે.
શરુઆતમાં લાગ્યું હતું કે, આ આર્થિક સહાય મેળવવા માટે આ અભિયાન બેગૂસરાયના સંસદીય વિસ્તાર પૂરતુ સિમિત રહેશ, પરંતુ કનૈયા કુમારે વીડિયો શેર કરતા ઓનલાઇન ફંડ મેળવવા માટે અભિયાનની જાહેરાત કરી હતી.
કનૈયા કુમારનો ‘નોટ સાથે વોટ’નો કીમિયો આગળના નેતાઓ પણ અજમાવી ચુકવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



