ઘરમાંથી હાંકી કઢાયેલી પરિણીતા પોલીસને શરણે
સુરત, તા.૨૫
ભાભી સાથે આડા સંબંધ રાખી પત્ની ઉપર ત્રાસ ગુજારનાર પતિ સહિત સાસરીયા સામે મુસ્લિમ પરિણીતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સલાબતપુરા રેશમવાડમાં રહેતા ચાંદ મોહમંદ ઉસ્માનીયાના લગ્ન ફરિયાદીબેન સાથે થયા હતા. લગ્ન બાદ બાળક જન્મથી ઘરના કામકાજ બાબતે આરોપી પતિ ચાંદ મોહમંદ, બિલ્કીશબાનુ હાજીમીયાં શેખ, નણંદ હુસૈન અપ્પા અલારકી પઠાણે શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. તેમજ આરોપી પતિનો તેની ભાભી સાથે આડા સંબંધ હતા. જે બાબતે ફરિયાદી કહેવા જતાં આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




