સુરત,તા.૨૭
સુરતના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. વિપુલ મિસ્ત્રી સામે સયાજીગંજની અમીટી અને સુરતની બ્લ્યુ ડાયમંડ હોટલમાં અનેક વખત દુષ્કર્મ ગુજારવાની વાઘોડિયા રોડની એક પરિણીત યુવતીએ ફરીયાદ નોંધાવતાં તબીબી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
લગ્નના વચનો આપીને વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ સુધી ચાર વર્ષના ગાળામાં રંગરલીયા મનાવતાં આવેલાં ડો. વિપુલ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી છે. હાલમાં વાઘોડિયા રોડ ખાતેના પીયરમાં રહેતી પરીણીત મહિલાએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેમણે સને ૨૦૦૮માં મેટ્રીમોનિયલ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ સાઈટ ઉપર વિપુલ હિંમતભાઈ મિસ્ત્રી (રહે, અક્ષરદિપ વેદ રોડ, કતારગામ સુરત)એ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. અમારા બે જણાં વચ્ચે સંપર્ક થયો હતો. ફોન ઉપર વાતચીતનો દોર શરુ થયો હતો.
૬ઠ્ઠી જૂન ૨૦૧૦ના રોજ આ યુવતીના નવી મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે જ્ઞાતિના રિવાજ પ્રમાણે સૂર્યા પેલેસ હોટલમાં મેરેજ થયાં હતા. પરીણીતાએ પુત્રીને જન્મ આપ્યો હતો. વર્ષ ૨૦૧૩માં ડો. વિપુલ મિસ્ત્રી આ યુવતીના જીવનમાં ફરી વખત આવ્યો હતો. ફેસબુક ઉપરથી સંપર્ક થતાં ફરી મુલાકાતોનો દોર શરુ થયો હતો. પરંતુ આ વખતે ડો. વિપુલે લગ્નના વચનો આપ્યા હતા અને વિપુલ મિસ્ત્રીના સુરત ખાતેના ઘર પાસેની ડાયમંડ હોટલમાં ડો. વિપુલે સૌ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતુ.
ત્યાર પછી વડોદરાના સયાજીગંજની અમિટી હોટલમાં રંગરલીયા મનાવી હતી. પરીણીતા બીજી વખત માતા બનતાં તેના પતિના દિમાગમાં શંકાનો કીડો સળવળ્યો હતો. બીજી તરફ લગ્નની લાલચો આપતાં ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ ડો. વિપુલ મિસ્ત્રીએ પણ દગો આપતાં પરીણીતાના લગ્ન જીવનમાં ભંગાણ સર્જાયું હતુ.
આખરે પરીણીતાએ હિંમત જુટાવીને સયાજીગંજ પોલીસ મથકે દુષ્કર્મની ફરીયાદ આપતાં તબીબની ધરપકડ કરીને લોકઅપમાં ફીટ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




