સગીરાને ફોસલાવી દુષ્કર્મ આચરનાર આરોપી તામીલનાડૂથી ઝડપાયો

0
20

સુરત,તા.૨૭
કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં કારગીલ ચોક કેવટનગરથી સગીર વયની છોકરી ગાય માટે ચારો લેવા ગઈ હતી. જે પરત ન ફરતાં સગીરાની માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ કરતાં સગીરાને વિનોદ સભાજીત નિષાદ નામનો ઇસમ ભોગ બનનારને અપહરણ કરી લઇ ગયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરતા સદર આરોપી તામીલનાડુ ખાતે હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસની ટીમ તામીલનાડૂ ખાતે મોકલી આપી હતી. જ્યાંથી સગીરા તથા આરોપી વિનોદ સભાજીત નિષાદ રહે.વિશ્વકર્મા મંદિર સામે, ભટાર, સુરત મુળવતન ખૈરઇ ઉસરા ડેરા થાના પૈલાની ડોસ્ટીક બાંદા (ઉત્તરપ્રદેશ) વાળા તામીલનાડુ ઇરોડ ખાતેથી મળી આવ્યાં હતાં. આરોપીની પુછપરછ કરતા તે સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બહાને સુરતથી તામીલનાડૂ ખાતે લઇ ગયેલ જ્યાં સગીરા સાથે શરીર સંબધ કરેલ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY