દીકરીને ડંખ મારતા સાપને પરિવારે મારી નાંખ્યો

0
6

સુરત,તા.૨૭
ઉન પાટિયાની શાલીમાર સોસાયટીના એક મકાનમાં નિદ્રાવન યુવતીની રજાઈમાં ઘુસી ૩ ફૂટ લાંબા રસેલ વાઈપર સાપે ડંખ માર્યો હતો. મંગળવારની મધરાત્રે બનેલી આ ઘટના બાદ યુવતીની બુમાબૂમથી જાગી ગયેલા પરિવારે રસેલ વાઈપર સાપને મારી નાખી દીકરી સાથે સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
ઝેરીલા સાપોમાં સૌથી ઝેરી એવા રસેલ વાઈપરને જાઈ સિવિલના ટ્રોમાં સેન્ટરના કર્મચારીઓમાં પણ ભય નો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ફરજ પર હાજર સીએમઓ ડો. બર્મને મૃત સાપને હાથમાં લઈ સાથી કર્મચારીઓને રસેલ વાઈપર સાપ વિશે માહિતગાર કરી તેમનો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતીની હાલત સાધારણ છે. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY