એરપોર્ટ પાસે ગેરકાયદે જીંગા તળાવો દુર કરવા સંકલનમાં સાંસદની રજૂઆત

0
31

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
સુરત, તા.૧૭

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સાંસદશ્રીએ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગોડાદરા-ડીડોલી વિસ્તાર સુમન શ્રૃતિ કો.ઓ.હા.સોસાયટીમાં ફાળવવા આવેલા ઈડબલ્યુએસ આવાસોમાં અમુક લાભાર્થીઓને સબસીડી ન મળી હોય તેવી રજુઆત અંતર્ગત સંબધિત લાભાર્થીઓને સબસીડી મળે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સાંસદશ્રીએ લોજીસ્ટીક પાર્ક બનાવવા માટે જીઆવ ખાતે જમીન આપવા તથા એરપોર્ટ નજીક ગેરકાયદેસર જીગા તળાવો દુર કરવાની રજુઆતો કરી હતી.
કતારગામ વિસ્તારની ફાઈલોવાળી સોસાયટીઓના મકાનોને હક્કપત્રમાં નોંધણીની દરખાસ્ત મંજુર કરવામાં આવે તેમજ ડભોલી અને સિંગણપોર આંગણવાડીના નવા આધારકાર્ડ બનાવવા માટે સેન્ટર આપવામાં આવે તેવી માંગણી સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના કલેકટરશ્રીએ આપી હતી. કતારગામ પાળા પર ગેરાકાયદેસર દબાણોને તત્કાલ ધોરણે હટાવવાની રજુઆત અન્વયે કલેકટરશ્રીએ ગંભીરતા દાખવીને કાર્યવાહી કરવાની સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
લિંબાયત વિસ્તારમાં મુકિતધામ હિન્દુ સ્મશાનભૂમિમાં ચાલી રહેલા કામમાં અવાર નવાર અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ સામે તાકિદ પગલા લેવાની રજુઆત સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા પી.સી.આર.વાન દ્વારા સતત પેટ્રોલીંગ કરીને અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું હતું. ઓલપાડ તાલુકામાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગામોમાં ઝડપી ગેસ લાઇન નાખવામાં આવે તેમજ આયુષ્યમાન ભારત યોજનાનો વધુમાં વધુ પ્રસાર-પ્રચાર થાય તે જરૂરી હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું. ભાગ-૨ની બેઠકમાં વિવિધ વિભાગોના બાકી પેશન કેસો, નાગરિક અધિકારપત્રની બાકી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય, એ.જી.ના ઓડીટ પેરાઓન જવા કરવા, પડતર કાગળોનો નિકાલ, ઓનલાઇન ફરિયાદોનો નિકાલ કરી ડેટા એન્ટ્રી સમયસર કરવા તથા સરકારી બાકી વસુલાતની કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેકટરશ્રીએ આપી હતી.
બેઠકમાં સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્યસર્વશ્રી અરવિંદ રાણા, વિવેકભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ, વિનોદભાઈ મોરડીયા, વી.ડી.ઝાલાવડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખઘ નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY