દબાણ તોડી પાડી પાર્કિંગ ખુલ્લા કરાયા
સુરત, તા.૧૭
સેન્ટ્રલ ઝોનનાં ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૩ નોંધ નં.૨૩૯૩/૧-૨ વાળી મિલ્કતમાં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા મંજુર કરાયેલ પ્લાનો વિરૂદ્ધ બાંધકામ કરવામાં આવતા તા.૧૫-૧૨-૨૦૧૮ના રોજ શહેર વિકાસ વિભાગ તથા દબાણ ખાતાનાં સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાનાં સિક્યુરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાર્કિંગવાળા ભાગમાં બનાવેલ દુકાનોનાં શટરો દૂર કરી આશરે કુલ ૨૯૫ ચો.ફુટ પાર્કિંગ ખુલ્લુ કરવામાં આવેલ તેમજ પાંચમાં માળે આશરે ૧૦૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ દુર કરવામાં આવ્યો હતો અને વોર્ડ નં.૩ નોંધ નં.૧૦૯૧, ૧૦૯૨, ૧૦૯૩ વાળી મિલ્કતમાં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા મંજુર કરાયેલ પ્લાનો વિરૂદ્ધ બાંધકામ કરવામાં આવતા તા.૧૫-૧૨-૨૦૧૮ના રોજ શહેર વિકાસ વિભાગ તથા દબાણ ખાતાનાં સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાનાં સિકયુરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાર્કિંગવાળા ભાગમાં બનાવેલ દુકાનોનાં શટરો દુર કરી આશરે કુલ ૧૫૦૦ ચો.ફુટ પાર્કિંગ ખુલ્લુ કરવામાં આવેલ છે. તેમજ વોર્ડ નં.૩, નોંધ નં.૧૪૯૧ વાળી મિલ્કતમાં મિલકતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા મંજુર કરાયેલ પ્લાનો વિરૂદ્ધ બાંધકામ કરવામાં આવતા તા.૧૫-૧૨-૨૦૧૮ના રોજ શહેર વિકાસ વિભાગ તથા દબાણ ખાતાનાં સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાનાં સિક્યુરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે કુલ ૫૦૦ ચો.ફુટ સેન્ટરીંગ/શટરીંગ દૂર કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



