લલિત કથગરા સૌરાષ્ટ્રમાં પાકવીમાના પ્રશ્નને લઇને ગર્જ્યા
રાજકોટ,તા.૨૮
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારો શોધવામાં અને ગોઠવવામાં પડ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ કોંગ્રેસની આગળની રણનીતિને લઇને માહિતી આપી હતી. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસના લલિત કગથરા રાજકોટ લોકસભા બેઠકના પ્રબળ ઉમેદવારના દાવેદાર ગણાય છે.
કોંગ્રેસના લલિત કગથરાએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીને લઇને ૪ એપ્રિલ બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધીની સોમનાથમાં સભા યોજાશે, જ્યારે રાહુલ ગાંધી રાજકોટમાં રેલી કરશે. આ રેલીઓમાં ૧૫ હજારથી વધુ ખેડૂતોને સાથે રાખવામાં આવશે. ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી ગુજરાતમાં મેગા રેલી કરશે, અને ખેડૂતોના દર્દમાં પોતાનો સુર મિલાવીને તેમના સહભાગી બની સરકાર સામે અવાજ ઉઠાવશે.
લલિત કગથરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાકવીમાના પ્રશ્નને લઇને પણ આવનારા દિવસોમાં રાહુલ અને પ્રિયંકાનો ગુજરાત પ્રવાસ થશે. તેમને ગુજરાત સરકાર દ્વારા જે તાલુકાને અછત ગ્રસ્ત જાહેરાત કરી ત્યાં પાક વીમોને લઇને માહિતી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




