ડ્રાઈવરે સમયસર ટેમ્પો થોભાવી દેતા જાનહાનિ ટળી
સુરત, તા.૨૯
ગતરાત્રે કાપોદ્રા ફાયર સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલ છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ લાગતા ટાયર કેબીન અને સીટેન નુકસાન થયું છે. ચાલકે સમયસર ટેમ્પો થોભાવી દેતા કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાપોદ્રા ફાયર સ્ટેશન પાછળથી ગત રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે છોટા હાથી ટેમ્પો પસાર થી રહ્ના હતો. અચાનક ચાલુ ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ટેમ્પો થોભાવીને ચાલક નીચે ઉતરી જઈ ફાયર વિભાગને જાણ કરી હતી. સમયસર ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચી જઈ ટેમ્પોમાં લાગેલી આગ ને કાબુમાં લીધી હતી. જીજે-૫-એવી-૯૭૨૧ છોટા હાથી ટેમ્પો ચાલક ગુણવંત મકવાણાના જણાવ્યા અનુસાર આગથી ટેમ્પોની કેબિન, સીટ અને ટાયરને નુકસાન થયું છે. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટï હોઈ શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



