આહવા, તા.૨૨
ડાંગ જિલ્લાના બાગાયત વિભાગ હસ્તક આવેલી ભવાનદગડ સ્થિત ફળરોપ ઉછેર કેન્દ્ર/નર્સરી ખાતે ચાલુ વર્ષે આંબા ફાલની જાહેર હરાજી યોજવાનું નક્કી કરાયુ છે. આગામી તા.ર૪/પ/ર૦૧૯નાં રોજ બપોરે ૩ વાગ્યે યોજાનારી આ જાહેર હરાજીમાં રસ ધરાવતા લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. આ અંગેની વધુ માહિતી તથા માર્ગદર્શન માટે મદદનીશ બાગાયત નિયામકની કચેરી, આહવા, જિ.ડાંગનો ટેલિફોન નંબર : ૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



