જ્વેલર્સમાંથી ૮૨ લાખના સોના-ચાંદીની ચોરી કરનાર આરોપી ઝડપાયો

0
17

સુરત,તા.૨૯
કાપોદ્રા પોલીસ મથકની હદમાં ૧૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ ભર બપોરે પોણા ત્રણ કલાક બંધ રહેલા એક સોના-ચાંદીની શોરૂમમાંથી તસ્કરો રૂ. ૮૨,૪૩,૭૦૦ની કિંમતની મતા ચોરી ગયા હતા. જેમાં રૂ. ૭૩,૬૩,૭૦૦ની કિંમતનું ૨,૫૭૫ ગ્રામ સોનું, રૂ. ૮ લાખની કિંમતની ૨૦ કિલો ચાંદી અને રૂ. ૮૦ હજાર રોકડાનો સમાવેશ થાય છે. આ શોરૂમની તદ્દન બાજુમાં આવેલું મકાન ભાડે રાખી બીજા દિવસે બપોરે સફાઈના બહાને આવીને મકાનની દીવાલમાંથી થઈ શોરૂમની દીવાલમાં બાકોરું પાડી ચોરી કરી ગયા હતા. જેમાં પોલીસે પાંચમાં આરોપી રેમશ દેવારામ પ્રેમાજી ચૌધરીને ઝડપી પાડ્યો છે.
મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ કાપોદ્રાની કૈલાસધામ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ કાંતિભાઈ કોઠિયા (ઉ.વ.૨૨) અને રચના સોસાયટીમાં માતૃશક્તિ સોસાયટી રોડ પર જાગી જ્વેલર્સ નામે શોરૂમ ધરાવે છે. તસ્કરોએ શોરૂમની દીવાલમાં બાકોરું પાડી ચોરી કરી હતી. જેમાં અઢી કિલોથી વધુ સોનાનાં ઘરેણાં, ૨૦ કિલો ચાંદીનાં ઘરેણાં અને રોકડા રૂ. ૮૦ હજારનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ પોલીસ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી ચાર જેટલા ચોરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે આજે બાતમી આધારે વધુ એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેની પાસેથી ૨૫.૭૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY