સુરતમાં ૪૦, નવસારીમાં ૩૮ અને વલસાડ જિલ્લામાં ૩૫ ડીગ્રી તાપમાન

0
3

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સૌથી આકરો ઉનાળો
સુરત, તા.૩૦
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ સુધી ગરમીનો પારો ૪૦ ડિગ્રીનીï આસપાસ રહ્ના બાદ આજે પવનની દિશા બદલતા બપોરના સમયે ગરમીથી નજીવી રાહત મળી હતી. તાપમાનનો પારે આજે આંશીક ઘટ્યો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૪૦ ડીગ્રીï અને ન્યુનતમ તાપમાન ૨૫.૧ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૧ મીલીબાર નોધાયું છે. ગત રોજની સરખામણીમાં આજે તાપમાનમાં નજીવો ઘટાડો થતા બપોરના સમયે આંશિક રાહત મળી હતી.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૮.૫ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૮.૫ ડીગ્રી નોધાયું છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિક્તમ તાપમાન ઘટીને ૩૫.૭ ડિગ્રી નોધાયું છે. ન્યૂનતમ તાપમાન ૨૧.૧ ડીગ્રી નોધાયું છે.
ગત રોજની સરખામણીએ આજે તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાશેï અને ગરમીથી આંશિક હંગામી રાહત મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY