તા.૨૧’મીએ સંદલ શરીફનું જુલૂસ નીકળશે
સુરત, તા.૧૭
પાદરા તાલુકાના એકલબારા મૂકામે હઝરતશા દાદા કયામુદ્દીન બાવા ચિશ્તીના સંદલ અને ઉર્સની ઉજવણી થશે. તારીખઃ ૨૧-૧૨-૨૦૧૮ શુક્રવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સદંલ શરીફનો જુલુસ નીકળશે અને તારીખઃ ૨૨-૧૨-૨૦૧૮ (માગસર સુદ પુનમે) શનિવારે ઉર્સ મેળો યોજાશે. પીર સૈયદ હાજી કદીરૂદ્દીન કાયમુદ્દીન ચિશ્તી સાહેબ માંગરોલની ગાદીવાળા સજજાદા નશીન (એકલબારા ગાદી) પીર સૈયદ રફીકુદ્દીન કાયમુદ્દીન ચિશ્તી માંગરોલની ગાદીવાળા સજમદાનશીન (ઝઘડિયા ગાદી) ખાસ પધારશે. દરગાહ પર કુરાન ખ્વાની તથા ભજન જલસા સારા પ્રમાણે થશે. તા. ૨૨-૧૨-૨૦૧૮ ઉર્સના રાત્રે મહેફીલે શમ્મા (કવ્વાલી)નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મશહુર કવ્વાલ અમીન સાબરી – અમીર સાબરી – તન્વીર સાબરી બ્રધર્સ પોતાના કલામ પેશ કરશે. વડોદરા કિર્તી સ્થંભથી પાદરા થઇ એકલબારા જવાની એસ.ટી. બસની સુવિધા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




