નર્મદામાં એક પતંગની લાલચે બાળકે ગુમાવ્યો પોતાનો જીવ 

0
53

ડેડીયાપાડામાં વીજ વાયર પર ફસાયેલી પતંગ કાઢવા જનાર બાળકનું કરંટ લાગતા મોત

રાજપીપળા : નર્મદા જિલ્લાના દેદિયાપાડાના થાણા ફળિયામાં રહેતા કૃણાલ રાજેશભાઈ પટેલ (11)ઉત્તરાયણ ના દિવસે સાંજે તેના ઘરની સામે રહેતા વિજયભાઇ વસાવાના મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતો હતો તે દરમ્યાન વિજયભાઇના ઘર પાસેથી પસાર થતા વીજળીના વાયર પર ફસાયેલ પતંગ તથા દોરાને લોખંડના સળીયા વડે કાઢવા જતા કૃણાલને અચાનક કરંટ લાગતા તેનું મોત થયું હતું જેથી પટેલ પરિવારમાં ઉત્તરાયણનો પર્વ માતમમાં ફેરવાયો હતો આ બાબતે ડેડીયાપાડા પોલીસે અ.મોતનો કેશ દાખલ કરી વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY