પોલીસ દારૂના નશામાં હોવાનો આક્ષેપ,આખું ગામ રોડ ઉપર ઉતરી આવ્યું
સુરત,તા.૩૧
આભવા ગામમાં મોડી રાત્રે પોલીસે યુવકોને ખોટી રીતે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. યુવકોને ખોટી રીતે માર મારવામાં આવતા પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જોકે, ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, આભવા ગામમાં વારંવાર ચોરીની ઘટનાઓના પગલે ગામના યુવાનો નાઈટ વોચની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન પોલીસ દારૂવાળા અને ખેપિયાઓને પકડવા ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, નાઈટ વોચ કરતા ૧૫થી ૨૦ જેટલા યુવાનોને પોલીસે દારૂના નશામાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી આખું ગામ ઘસી આવ્યું હતું. અને પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતા પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આજે વહેલી સવારે જ આખું ગામ રોડ પર ઉતરી આવ્યું હતું. અને હાઈ વે પર ચક્કાજામ કરી દીધો હતો. યુવાનોને ફટકારનાર પોલીસ કર્મચારીઓને હાજર કરોની માંગ સાથે ગામવાસીઓ પોલીસનો ઘેરાવ કર્યો હતો. આજે (રવિવાર) ૪ વાગ્યે ડુમસ પોલીસ સ્ટેશન બોલાવ્યા અને બાંહેધરી આપી નિર્દોષને ફટકારનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરાવાની પોલીસે બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





