સારું થયું સપા અને બસપા એક થઈ ગયા, હવે એકસાથે જ પૂરા કરી નાખીશું
લખનઉ,તા.૧૩
સપા બસપા ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે સારુ થઈ ગયુ કે બંને પાર્ટીઓ એક થઈ ગઈ છે.હવે બંનેને એક સાથે પછાડવાનુ સહેલુ પડશે.
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં યોગીએ કહ્યું હતુ કે બંને પાર્ટીઓ યુપીમાં પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવી ચુકી છે અને તેમના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી તે લોકો જાણે છે.આ સરકારોએ જાતિઓના આધારે સમાજમાં ભાગલા પાડીને પ્રદેશને રમખાણોની આગમાં ધકેલી દીધો હતો.આ એવો સમય હતો જ્યારે ગૂંડાઓની બોલબાલા હતી.
તેમણે કહ્યું હતુ કે રાજ્યની જનતા જાણે છે કે સપા અને બસપાના જાડાણનો મતલબ છે કે જાતિવાદી, ભ્રષ્ટાચારી, ગૂડાઓને સત્તા સોંપવી.એક તરફ ભાજપની કલ્યાણકારી યોજનાઓ છે અને બીજી તરફ અરાજકતા ગૂંડાગર્દી અને તોફાનો છે.જનતા પોતે જ નિર્ણય લેશે.ઉતર પ્રદેશમાં ગઠબંધનની કોઈ અસર થવાની નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




