કોસાડ ગામમાં ઈન્કમ ટેક્સના નામે મહિલાના ઘરમાં છાપો મારનાર ઠગોની ટોળકી ઝડપાઈ

0
11

મિનાણી બહેન પટેલના ઘરમાં નકલી ઈન્કમટેક્ષવાળા પહોચી જતા ટોળા ઉમટ્યા : મહિલાના સગા કાકાના દિકરાએ તરકટ રહ્નાં હતું
સુરત, તા.૦૧
ગઈકાલે બપોરે બાર વાગ્યાના સુમારે બનાવટી ઈન્કમટેક્ષ ઓફિસરો બનીને દરોડા પાડવાનું નાટક કરી રૂપિયા ૫૦ હજાર પડાવી લેનાર બે મહિલા સહિત પાંચ જણાની ટોળકીï સામે પોલીસ ફરિયાદ નોîધાઈ હતી. બમરોલી પોલીસે આ બનાવટી ઈન્કમટેક્ષï વાળાની ધરપકડ કરી હતી.
અમરોલી પોલીસે સૂત્રોનાં જણાવ્યા મુજબ કોસાડ ગામ ધમણï ફળિયામાં રહેતા મીનાક્ષી બેન મહેશભાઈï પટેલના ઘરમાં ઘુસેલા બનાવટી ઈન્કમટેક્ષવાળા ગીતાબેન રાજેશ ઠક્કર (રહે. ગ્રીન સિટી પાલ ભાઠા) શીતળબેન, આશિષભાઈ ધામેચા (રહે. તોરણી એપાર્ટમેન્ટ તાડવાડી) પ્રેમ રાજેશ ઠક્કર, આશિષï શાંતિલાલ ધામેચા, કમલેશ મનુભાઈ પટેલ ઈન્કમટેક્ષના દરોડા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી ઘરમાં ગેરકાયદે પ્રવેશી ડરનો માહોલ ઉભો કરી રોકડ રૂપિયા બહાર કઢાવી આરોપી ગીતાબેન રૂપિયા ૫૦,૦૦૦ પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ લોકોનું ટોળુ ભેગું થઈ જતાï ભાગવાની કોશિષ કરી હતી. અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી મીનાક્ષીબેનના સગા કાકાના દિકરા કમલેશï મનુભાઈ પટેલે અન્ય આરોપી સાથે મળીને ફરિયાદીબેન પાસેથી રૂપિયા પડાવવા માટેï કારસો રચી ઈન્કમટેક્ષના નામે દરોડા પાડ્યા હતા. અમરોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY