સુરત, તા.૦૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી પવનની દિશા બદલાતા દક્ષિણ પિમ દિશાથી ઠંડો પવન ફુંકાવાની સાથે ગરમીમાં હંગામી રાહત મળી રહી છે. અધિકતમ તાપમાનમાં ૫ ડીગ્રીનો ઘટાડો થવાની સાથે ગરમીનો પારો ૩૪ ડીગ્રીની આસપાસ નોîધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરના તાપમાનમાં નોîધપાત્ર ફેરફાર જાવા મળ્યો છે. અધિકતમ તાપમાન ૩૪.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૪.૨ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨ મિલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી જ દક્ષિણ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૪.૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૭ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં આજે અધિકતમ તાપમાન ૩૩.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૬ ડીગ્રી નોîધાયું છે. સવારથી જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે. બપોરના સમયે શહેરીજનોને ગરમીથી હંગામી રાહત મળી રહી છે. આગામી એક બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ ગરમીમાં વધારો થાય તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



