સુરત,તા.૧૯
ઓલપાડના ભરૂડી ગામે ખેતીમાં મજૂરીકામ કરતી મહિલાએ સાયણની હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. કિન્નર જેવા દેખાતા બાળકની તબિયત બગડતાં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું.
ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે,શ્રમજીવી મહિલાને થયેલી પ્રસુતિ બાદ બાળકને શ્વાસ લેવાની તકલીફ સાથે એમ્બ્યુલન્સ ૧૦૮ની મદદથી સુરત સિવિલ ખસેડાયો હતો. જાકે બાળકને કોઈ પ્રાથમિક સારવાર અપાઈ તે પહેલાં તેનું મોત નીપજ્યું છે. સાયણ હોસ્પિટલના તબીબ સાથે થયેલી વાતચીત બાદ બાળક પુરુષ છે કે સ્ત્રી એ લિંગ પરથી નક્કી થતું હોય છે પરંતુ આ બાળકનું લિંગ પરીક્ષણ કરવું પણ અઘરું હતું જેથી આ બાળક કિન્નર હોય એમ કહી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





