ભરૂચના ટંકારીયાની શાળામાં વિજ્ઞાન દિનની ઉજવણી કરાઇ.

0
201

પાલેજ: 
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાનદિનની ઉજવણી કરાઇ હતી. શાળાની છાત્રાઓેએ કુલ 81  જેટલી અલગ અલગ મોડલ તથા કૃતિઓ રજુ કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. અા પ્રસંગે ગામના સરપંચ અારીફ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલભાઇ ટેલર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મકબુલભાઇ અભલી ઉપસ્થિત રહ્યા હતા. તેઓના તરફથી શાળાને વોટર કુલર તેમજ ફિલ્ટર પ્લાન્ટ માટે રૂ.60,000 નું દાન કરાયું હતું. શાળાના અાચાર્ય અૈયુબ ખિલજી તથા શાળા પરિવારે સખીદાતાઓનો અાભાર વ્યક્ત કર્યો હતો તેમજ શાળાની છાત્રાઓને તેમની સુંદર કૃતિઓ રજુ કરવા બદલ અને આવનાર સમયે વધુ સફળતા પ્રાપ્ત કરે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર: ઉવૈસ લાંગીયા,પાલેજ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY