આજે વિશ્વ મંદ બુધ્ધિ જાગૃત્તિ દિવસ

0
11

સુરતમાં મંદ બુધ્ધિના ૯૨ ટકા બાળકો અક્ષર જ્ઞાન મેળવતા થયા
સુરત,તા.૧
અત્યાર સુધી સમાજની મુખ્યધારાથી દુર રહેલાં મંદ બુધ્ધિના એટલે સ્પેશ્યલ બાળકો વાલી શિક્ષક અને સરકારની જાગૃત્તિના કારણે અક્ષર જ્ઞાન મેળવીને સમાજની મુખ્યધારામાં ભળતા જાવા મળી રહ્યાં છે. ૨૦૧૦ પહેલાં મંદબુધ્ધિના બાળકો શિક્ષણથી દુર રહેતાં હતા પરંતુ સુરત મ્યુનિ. સંચાલતક શિક્ષણ સમિતિની સ્કુલ તથા કેટલીક સેવાભાવી સંસ્થાઓને કારણે હવે શહેરના ૯૨ ટકા બાળકો અક્ષર જ્ઞાન મેળવતા થયાં છે. અક્ષર જ્ઞાન સાથે સાથે બાળકો વિવિધ પ્રવૃત્તિમાં આગળ આવી રહ્યાં છે.
સામાન્યથી માંડીને ડિસેબલ બાળકો તમામને ભણવાનો અધિકાર હોવો જાઈએ તેમ છતાં અત્યાર સુધી જાગૃત્તિના અભાવે મંદ બુધ્ધિના બાળકો અભ્યાસથી વંચિત રહેતાં હતા અથવા તો અધુરુ ભણતાં હતા. પરંતુ રાઈટ ટુ એજ્યુકેસન એક્ટ તથા શિક્ષકો અને વાલીઓમાં આવેલી જાગૃત્તિના કારણે આવા ખાસ બાળકો પણ સામાન્ય બાળકો સાથે શિક્ષણ લઈ રહ્યાં છે.
સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જુદી જુદી ખોડ ખાપણવાળા ૧૮૦૦ જેટલા બાળકો છે જેમાંથી ૪૦૦ બાળકો મંદ બુધ્ધિના છે. સમિતિના સામાન્ય બાળકસાથે મંદ બુધ્ધિના બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ તાલિમ પામેલા શિક્ષકોની ૨૦૧૦થી ભરતી કરવામાં આવી છે. આ શિક્ષકો મંદ બુધ્ધિના બાળકોને ખાસ શિક્ષણ આપી રહ્યાં છે. આ અંગે સમિતિના દિપ્તીવોરા કહે છે, શિક્ષકોની મહેનત અને વાલીઓમાં આવેલી જાગૃત્તિના કારણે વધુને વધુ મંદ બુધ્ધિના બાળકોને અભ્યાસ માટે આવી રહ્યાં છે.
મંદ બુધ્ધિના બાળકોના ઘરે જઈને વાલીઓને પણ કાઉન્સેલીંગ કરે છે. આ ઉપરાંત મ્યુનિ.ની સ્કુલમાં ફીજીયોથેરાપીસ્ટ તથા સાઈકોલોજીસ્ટ કાઉન્સીલ કરે છે. શહેરમાં ૧૮ વર્ષ સુધીના ૨૫૦૦ જેટલા મંદ બુધ્ધિના બાળકો છે જેમાંથી મ્યુનિ.ની સ્કુલમાં ૪૦૦ તથા અન્ય ૧૨ જેટલી સંસ્થાઓ ચાલે છે. તે મળીને ૨૩૦૦ જેટલા મંદ બુધ્ધિના બાળકો અક્ષર જ્ઞાન મેળવી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY