મુંબઈ,તા.૧૨
બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઝરીન ખાનને જાવા હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. તે દરમિયાન ભીડનો ફાયદો ઉઠાવીને ઝરીન ખાનની એક યુવકે છેડતી કરી હતી જેના સામે ઝરીન ખાને પણ તેને લાફો ઝીંકી દીધો હતો. ઝરીન ખાન ૧૪ ડિસેમ્બરે ઓરંગાબાદના કનોટ પ્લેસમાં એક મોબાઈલ સ્ટોરના ઉદઘાટન માટે ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની હતી.
ઝરીનને જાવા માટે હજારો ચાહકો ઉમટી પડ્યા હતાં. આવામાં એક યુવકે ભીડનો ફાયદો ઉઠાવીને ઝરીન ખાનની સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી. જાકે ઝરીન ખાને સામે તે યુવકને લાફો માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે.
ઝરીન ખાન આ બિલકુલ સહન ન કરી શકી અને તરત જ તે યુવકને બધાંની વચ્ચે થપ્પડ મારી દીધી હતી. આ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે, ઘણીવાર આવી ઘટનામાં હાથ ઉપાડવો પડે છે. એક મહિલા હોવાથી હું આની પર ભરોસો કરું છું કે જા કોઈ પણ તમારી સાથે છેડછાડ કરે અથવા ખોટી રીતે તમને અડવાની કોશીશ કરે તો તરત જ તેને જવાબ આપો. આવી હરકત પછી બંધ રૂમમાં થાય કે પછી પબ્લીક પ્લેસમાં થાય.
ઝરીન ખાને કહ્યું હતું કે, ફક્ત હું એક સેલિબ્રિટી છું એટલે એવું નથી કે હું અસુરક્ષિત મહેસુસ નથી કરતી. કોઈને પણ હક નથી કે તે મારી પરમિશન વગર મને અડે અથવા જબરજસ્તી રીતે મને પકડી લે. હું સૌથી પહેલા એક મહિલા છું અને દરેક મહિલાઓને જીવવાનો, કામ કરવાનો અને આવા વાતાવરણમાં રહેવાનો હક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





