ભરીમાતા પાસે બાઈક સવાર યુવાનને માથામાં પાઈપ ફટકારી પતાવી દેવાયો

0
9

સ્કૂલે બાળકોને મૂકી પરત ફરતા દિપક મોરે પર હેલ્મેટધારી વ્યક્તિનો હુમલો
સુરત, તા.૨
ભરીમાતા રોડ વિશાલા હોટલ પાસે દિપક મોરે નામના વ્યક્તિની હત્યા કરાઈ હોવાનો બનાવ બનતા લાલગેટ પોલીસ દોડતી થઈ ગઈ હતી.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કન્ટ્રોલ રૂમે લાલગેટ પોલીસને જાણ કરી હતી કે, ભરીમાતા રોડ, વિશાલા હોટલ પાસે એક વ્યક્તિની લાશ પડી છે. જેથી લાલગેટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને તપાસ કરતાં દિપક બાબુ મોરે ઉ.વ.૩૫ નામનો વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં મૃત મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરીમાતા રોડ ટોરેન્ટ પાવર પાસે આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો દિપક બાબુ મોરે આજે સવારે ચારેક વાગ્યાના સુમારે પોતાની મોટર સાયકલ ઉપર છોકરાને સ્કૂલે મુકી ઘર તરફ પરત ફરતો હતો. ત્યારે વિશાલા હોટલ પાસે મોટર સાયકલ ઉપર ધસીને આવેલા અજાણ્યા હેલ્મેટ પહેરેલ વ્યક્તિએ લોખંડની પાઈપથી માથાના ભાગે ગંભીર ઈજા પહોîચાડી મોત નીપજાવી નાસી ગયો હતો. લાલગેટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી સબ ઈન્સ્પે. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY