કતારગામમાં ૧૦ મહિના પૂર્વે ત્રણ લાખના ઘરેણાં ચોરનાર ઝડપાયો

0
8

ચોરીના ઘરેણાંની ખરીદી કરનાર પણ ભેરવાયો
સુરત, તા.૨
કતારગામ નિત્યાનંદ સોસાયટીમાંથી રૂપિયા ત્રણ લાખના દાગીના ચોરી જનાર અને ચોરીના દાગીના ખરીદનાર સામે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી દેવાંગ ઉર્ફે દેવો બાબુભાઈ ભુવાએ દશેક મહિના અગાઉ ફરિયાદી સૈલેષ જેરામભાઈ પટેલના કતારગામ નિત્યાનંદ સોસાયટી ઘર નં.એ-૭માંથી રૂપિયા ત્રણ લાખના દાગીનાની ચોરી કરી આરોપી મોહંમદ આઝમ ઈબ્રાહીમ આઝમ (વોરા)ને વેચ્યા હતા. બનાવ સંદભેïર્ એમ્બ્રોયડરી કારખાનેદાર સૈલેષ જેરામ પટેલે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. કતારગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દસ મહિના પૂર્વે થયેલી ઘરેણાની ચોરીના ગુનામાં સંડોવાયેલા ચોરની ભાળ મળી જતા ઘરઘણીએ પોલીસને જાણ કરતા પોલીસની ઉલટ તપાસમાં ચોરીનો ભેદ ખુલ્યો હતો અને ચોરીના ઘરેણા ખરીદનારïની પણ ભાળ મળી ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY