સુરત,તા.૨૦
ઉમરા પોલીસે બોગસ દસ્તાવેજના આધારે જમીન વેચાણ સંબંધી ઠગાઈ કેસમાં પીપલોદ ખાતે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા આરોપી કિશોર રાજેન્દ્ર શર્માને ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપી કિશોર તથા અન્ય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન સુરત શહેર તથા સુરત જિલ્લાના આજુબાજુ ખેડૂતોની જમીન બોગસ દસ્તાવેજાના આધારે વેચાણ કરાર કરી ફરિયાદી પાસેથી નાણા પડાવી વેચાણ દસ્તાવેજ કાયદેસરનો કરી આપેલો નહીં.
આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ જામીન આપવા માંગ કરી હતી જેના વિરોધમાં સરકાર પક્ષે એ પી પી ભદ્રેશ દલાલ તપાસ અધિકારી તથામૂળ ફરિયાદી તરફે મિનેશ ધનસુખભાઈ ઝવેરીનું સોગંદનામુ રજૂ કરી જણાવ્યુ હતું કે આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીની અગાઉ જામીન અરજી ટ્રાયલ કોર્ટ તથા સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી. આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કર્યા બાદ પરત ખેંચી લીધી હતી જેને કોર્ટે માન્ય રાખી જામીન નામંજૂર કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




