સુરત જિલ્લા એલસીબીએ ઐયુબ કાપડિયાને પકડી હરિયાણા પોલીસને સોîપી દીધો હતો
હરિયાણા પોલીસને ચકમો આપી ઐયુબ કાપડિયા હોસ્પિટલમાંથી પાંચ લોકોની મદદથી ભાગી છૂટયો
સુરત, તા. ૧૭
હરિયાણામાં ઠગાઈના કેસમાં પકડાયેલો સુરતનો આરોપી હાજી ઐયુબ કાપડિયા નવી સિવિલ હોસ્પિટલમાં હરિયાણા પોલીસના જાપ્તામાંથી નાસી છૂટયોય હતો. હરિયાણા પોલીસે ભાગી જનાર ઐયુબ કાપડિયા સહિત છથી વધુ વ્યકિતની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૧૭માં હરિયાણા ગુરૂગ્રામ પોલીસ લાઈન્સમાં નોંધાયેલા રૂ. ૭૧ લાથી વધુના ઠગાઈ કેસમાં આરોપી ઐયુબ ઈબ્રાહીમ કાપડિયા સહિતના આરોપીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ થયા હતા. આ અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ ચુડાસમા એ બાતમીના આધારે તા. ૧૫મીએ આરોપી હાજી ઐયુબ ઈબ્રાહિમ કાપડિયા (રહે. રહેમાની એપાર્ટમેન્ટ, જીલાની કોમ્પલેક્ષ પાસે અડાજણ પાટિયા)ની ધરપકડ કરી હરિયાણા પોલીસને જાણ કરી હતી. જેથી હરિયાણા પોલીસની ટીમે આરોપીનો કબજો લઈ હરિયાણા પરત ફરતા હતા ત્યારે આરોપીનું બી.પી. વધીજતાં કામરેજની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં આરોપી હાજી ઐયુબ કાપડિયાના સંબંધીઓ યાસર હાજી, ઐયુબ કાપડિયા, વસીમ, શબ્બીર પાપડ, આમીર નવાજ અન્ય માણસો ધસી આવી જાપ્તાના પોલીસને ધક્કો મારી આરોપીને મોટર સાઈકલ ઉભા બેસાડી ભગાડી ગયા હતા. આ બનાવ સંદર્ભે હરિયાણાના એએસઆઈ દલબીરસિંગ હરિચંદે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



