પીપલ્સ ચાર રસ્તા પાસે ચાર યુવકોએ બે મિત્રોને લૂંટી લીધા
સુરત, તા.૪
કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે બાઈક સવાર ચાર અજાણ્યા યુવકોએ બે મિત્ર ઉપર ચપપુથી હુમલો કરી રૂપિયા ચાર હજારની મતા લૂંટી ગયા હતા. આરોપી બાઈક સવારે પોતાની ગાડી અથડાવી ઝઘડો કરી ગાડી નુકસાનીના નામે રૂપિયા માંગી લૂંટ કરી નાસી ગયા હતા.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા સીમાડા ગામ રામદેવનગરમાં રહેતાં સંજયભાઈ પોપટભા બોઘરા, કેશવભાઈની સાથે મોટર સાયકલ પર કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. ત્યારે નંબર વગરની ગાડી સવાર ચાર યુવકોએ પાછળથી ગાડી અથડાવી ઝઘડો કર્યો હતો. ફરિયાદી તથા તેના મિત્રને માર મારી કેશવભાઈને પેટના ભાગે ચપ્પુ હુલાવ્યુ હતું. તેમજ મોટર સાયકલને થયેલા નુકસાન અંગે રૂપિયા ૫૦૦ની માંગ કરી રોકડા રૂપિયા ૧૦૦૦ અને મોબાઈલ ફોન મળી રૂ.૪૦૦૦ની મતા લૂંટી નાસી ગયા હતા. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



