ટેલીફોન મેસેજ વડે લગ્ન કરવા દબાણ કરતા પાંડેસરા પોલીસમાં મહિલા વકીલે ફરિયાદ નોંધાવી
સુરત, તા.૪
સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી વેળા સંપર્કમાં આવેલી મહિલા વકીલને અવાર નવાર ફોન કરી મેસેજા મોકલી લગ્ન માટે દબાણ કરનાર હાલ અંકલેશ્વરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં આઈઆઈ શેખ વિરૂદ્ધ મહિલા વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી અને વકીલાત કરતી યુવતીએ આરોપી આી.આઈ. શેખ (પોલીસ ઈન્સ્પેક્ટર, બ્રીજનગર સોસાયટી, અંકલેશ્વર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી પો.ઈ. આઈ.આઈ. શેખે સને ૨૦૧૬ થી આજદિન સુધી ફરિયાદીને અલગ-અલગ મોબાઈલ નંબરો ઉપરથી ફોન કરી મેસેજા કરી ઈ-મેઈલ કરી પોતાની સાથે વાતચીત કરવા તેમજ લગ્ન કરવા માટે સતત દબાણ કરી હેરાન પરેશાન કરી ગુનો કર્યો હતો.
પાંડેસરા પોલીસે ફરિયાદ નોîધી આરોપી પીઆઈ આઈ.આઈ. શેખ વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૫૪ (ડી) મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



