સુરત,તા.૪
સલાબતપુરા પોલીસ સ્ટેશનના એએસઆઈ ૨૦ હજાર રૂપિયાની લાંચ લેતા રિંગરોડ પર જાહેરમાં ઝડપાઈ ગયા છે. જુગારના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવાનું, તેને મારઝૂડ નહીં કરવાનું અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર મુક્ત કરવા માટે લાંચ માંગી હતી.
થોડા દિવસો પહેલા સલાબતપુરામાં જુગારના કેસ કરવામાં આવ્યો હતો. તેમાં એક યુવક પકડવાનો બાકી હતો. તે યુવકને પોલીસ સ્ટેશનમાં હાજર થાય અને તેને મારઝૂડ ન કરે કે અન્ય હેરાનગત નહીં કરીને પોલીસ સ્ટેશનમાંથીજ જામીન પર છોડી મૂકવા માટે એએસઆઈ અશોક મોતીદામ ૨૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જાકે જુગારના કેસમાં ઝડપાયેલા યુવકને લાંચ આપવી ન હોવાથી તેને એન્ટી કરપ્શનનો બ્યૂરોમાં ફરિયાદ કરી હતી. અશોક મોતીદામ યુવકને રિંગરોડ પર ૨૪ કેરેટ મલાઈની દુકાન પાસે બોલાવ્યો હતો. એન્ટી કરપ્શનનો બ્યૂરો ત્યાં છટકું ગોઠવ્યું હતું. ત્યાં યુવક પાસેથી લાંચના ૨૦ હજાર રૂપિયા લેતા અશોક મોતીદામ એન્ટી કરપ્શનનો બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






